અમરેલીના ચિતલ ગામે જકાતનાકા ત્રણ રસ્તા પર એસ.ટી. બસના ડ્રાઇવરે દાદાગીરી કરીને યુવકને લોખંડની ટોમીથી ફટાકાર્યો હતો. બનાવ અંગે મોટા માચીયાળા ગામે રહેતા મનોજભાઈ લક્ષ્મણભાઈ ચાવડા (ઉ.વ.૩૩)એ સરકારી
એસ.ટી. બસ નંબર જીજે-૧૮-ઝેડ-૭૦૭૪ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેના હવાલાની સરકારી એસ.ટી.બસ નં.જીજે-૧૮-ઝેડ-૭૦૭૪ને ફુલ ટર્ન મારી ગફલતભરી રીતે ચલાવી તેમના મોટર સાયકલ સાથે અડાડ્યું હતું. મોટર સાયકલનું આગળનું વ્હીલ બસના આગળના ટાયર પાસે આવી જતા તેમણે રાડ નાખી બસ પાછી લેવાનું કહેતા આરોપીએ બસ પાછી લેવાની ના પાડી લોખંડની ટોમી લઇ નીચે ઉતરી તેમને ફટકાર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.કે. પાંડવ વધુ તપાસ કરી રહ્યા છે.