ચિતલ ગામેથી પોલીસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી બળેલો વોશ, દેશી દારૂ ૮ લીટર તથા ભઠ્ઠીના સાધનો જપ્ત કર્યા હતા. બાબરીયાધાર મોટી ખેરાળી રોડ પરથી ૯ લીટર, ચલાલા-ગરમલી રોડ અને મોટા કણકોટ ગામે સીમ વિસ્તારમાંથી ૫-૫ લીટર મળી કુલ ત્રણ જગ્યાએ ૧૯ લીટર દેશી દારૂ મળ્યો હતો. અમરેલીમાંથી ૨, ક્રાંકચ, પીપળલગ, કલોરણા, વાવડી ગામેથી ૧-૧ મળી કુલ ૬ ઇસમો કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા. ખાંભા-ચલાલા રોડ ઉપર આવેલ આનંદ સોસાયટીની સામેથી નાગેશ્રીમાં રહેતો યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં સરકારી બોલેરો ગાડી ચલાવતાં ઝડપાયો હતો.