અમરેલીના ચિતલ ગામની સીમમાંથી ૧૫૦ ફૂટ કેબલની ચોરી થઈ હતી. બનાવ અંગે મુકેશભાઈ બાલાભાઈ લીંબાસીયા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, ચિતલ ગામની સીમ પશુ દવાખાનાથી આગળ જવાના રસ્તે આવેલી વાડીએથી અજાણ્યો ઇસમ ૧૫૦ ફૂટ વાયરની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જેની પોલીસ ચોપડે કિંમત ૫૦૦૦ જાહેર થઈ હતી.





































