અમરેલીના ચિતલ ગામના યુવકને ધોકા મારી પૈસા માંગવામાં આવ્યા હતા. યુવક પાસે પૈસા ન હોવાથી તેણે આપવાની ના પાડતાં મોબાઇલ ફોન લૂંટી લેવામાં આવ્યો હતો. બનાવ અંગે ચિન્મય મનસુખભાઈ નાડોદા (ઉ.વ.૨૯)એ તેમના જ ગામના સત્યદિપસિંહ પદુભા સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ઘરની બહાર ઉભા હતા ત્યારે આરોપીએ મોટર સાયકલ લઇ આવી ‘કામ છે’ તેમ કહી પાછળ બેસાડી ચિતલ ગામેથી ભીલા અને ભીલડી ગામ વચ્ચે જાહેર રાજ માર્ગ પર લઇ જઈ ૧૦ થી ૧૫ ધોકા મારી રૂ.૧૦,૦૦૦ ની માંગણી કરી હતી. તેમણે પૈસા ન હોવાથી આપવાની ના પાડતા તેનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.