ગુજરાત રાજ્ય સહકારી સંઘના દિશાનિર્દેશો અનુસાર અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા ચિતલ ખાતે ૭૧ મા અખિલ ભારતીય સહકાર સપ્તાહ અતંર્ગત સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવા નેતા મનીષ સંઘાણી દ્વારા ઉદ્યોગ સાહસિકતા, રોજગાર અને કૌશલ્ય વિકાસનાં સંવર્ધનમાં સહકારિતા માટે સહકારી સંસ્થાઓ-મંડળીઓ વચ્ચે સહકારનું સુદઢીકરણની ભૂમિકા વિશે માહિતી આપી હતી. આ અવસરે અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી એ.પી.એમ.સી.ના ડાયરેક્ટર લાલજીભાઈ દેસાઇ, અમરેલી વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, અનેક સહકારી અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.