અમરેલી જિલ્લાના યુવાધનમાં સહનશીલતા રહી ન હોવાનું લાગી રહ્યું છે. ચિતલમાં રહેતી એક સગીરાને પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપતાં લાગી આવ્યું હતું અને ઝેરી ટિકડા પી લીધા હતા. જેના કારણે તેનું મોત થયું હતું. બનાવ અંગે નીતીનભાઇ મુળજીભાઇ ગોહિલ (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમણે દીકરીને બે દિવસ પહેલા ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો. જેને લઈ તેને લાગી આવ્યું હતું અને પોતાની મેળે અનાજમાં નાંખવાના ટીકડા પી લેતાં મોત થયું હતું. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એ.એમ.પોપટાણી વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના સમઢીયાળા ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર દવામાં છાંટવાની ઝેરી દવા પીધી હોવાનું તેના પિતા મથુરભાઈ હમીરભાઈ મકવાણાએ જાહેર કર્યુ છે.