આગામી ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલી જિલ્લામાં યોજાનાર હોય, તેના ભાગરૂપે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળથી ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગુરુકુળથી પ્રસ્થાન થઈને ચિત્તલના જાહેર માર્ગો પર ફરીને પુનઃ ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં ‘વંદે માતરમ’ અને ‘જય જવાન જય કિસાન’ના નારા સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ તિરંગા યાત્રામાં તાલુકા PI ઓ. કે. જાડેજા, D.S. ઇસરાણી, PSI D.D. ડાંગર,PSI I.K. પાંડવ સહિત તાલુકા અને ચિતલનો સ્ટાફ તથા હોમગાડ્‌ર્સના જવાનો જોડાયા હતા. આ ઉપરાંત, ચિત્તલ વેપારી મંડળ, લાતીબજાર એસોસિએશનના આગેવાનો, સ્થાનિક અગ્રણીઓ, ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.