ચિતલમાં ૧૦૯ મો નેત્ર નિદાન કેમ્પ મનુભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાયો હતો. જેનું ઉદ્‌ઘાટન જાણીતા લોક સાહિત્યકાર કૌશિકભાઈ દવેના હસ્તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અગ્રણી ઉદ્યોગપતિ લાલભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયતના ચેરમેન જે.બી. દેસાઈ, રંજનબેન બાબરીયા, અશોકભાઈ મોદી, જયંતિભાઈ દેસાઈ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રતાપસિંહ રાઠોડ ખાસ હાજર રહ્યા હતા. કેમ્પમાં ગુજરાત પ્રતિભા એવોર્ડ સન્માનિત ગાયક કલાકાર સંજયભાઈ પંડયાનું સન્માન કરવામાં આવેલ. કાર્યકમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને આભાર વિધિ બિપીનભાઈ દવેએ કરી હતી. આ શિબિરને સફળ બનાવવા માટે નેત્ર નિદાન કેમ્પ કમિટીના સંયોજક દિનેશભાઈ મેસિયા, બિપીનભાઈ દવે, ઉકાભાઈ દેસાઈ, બકુલભાઈ ભીમાણી, ખોડભાઈ ધંધુકિયા, છગનભાઈ કાછડીયા, છગનભાઈ બાબરીયા, લીંબાસિયા રમેશભાઈ સોરઠીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.