સરસ્વતી વિદ્યા મંદિર, ચિતલ ખાતે આગામી તા.૨૬ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મંગળવારે સવારે ૯ કલાકે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડ દાસ હોસ્પિટલ, રાજકોટ અને વિદ્યા ભારતી ટ્રસ્ટ, ચિતલના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ ૧૧૧મા નેત્ર નિદાન કેમ્પમાં દેવળીયાના સંદીપભાઈ મગનભાઈ સાંનેપરા પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે.
વેપારી મંડળના પ્રમુખ સુખદેવસિંહજી સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કેમ્પનું ઉદ્‌ઘાટન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપપ્રમુખ વિજયભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી શહેર અધ્યક્ષ પ્રતાપસિંહજી રાઠોડ અને યુવા કોળી સમાજ અમરેલીના સન્નીભાઈ ડાબસરા ખાસ ઉપસ્થિત રહેશે.