ચિતલમાં મીની ટ્રેકટર વેચાણ કરવા અને ગ્રાહકો તોડવા બાબતે બે પક્ષોમાં બબાલ થઈ હતી. રવીભાઇ મનસુખભાઇ દાવડાએ હરેશભાઇ પરશોત્તમભાઇ પંડ્‌યા તથા મનીષભાઇ હરેશભાઇ પંડ્‌યા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી બાપ-દિકરાએ સનેડો (મીની ટ્રેકટર) વેચાણ કરવા અને ગ્રાહકો તોડવા બાબતેનું મનદુઃખ રાખી રવીભાઈના ભાઈને તથા તેમને આ બાબતે ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી ગળે ઉજરડો કર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢ માર મારી મનીષભાઈએ છરી વતી ડાબા હાથની આંગળી ઉપર ઇજા કરી લોહી કાઢ્યું હતું અને રિવોલ્વર જેવું કઇક હથિયાર તેમને બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સબ ઈન્સ્પેક્ટર એચ.જી.ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.