ચિતલ ગામે આજરોજ વિનામૂલ્યે નેત્રમણિ, નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ્વતિ વિદ્યામંદિર, જૂના સરકારી દવાખાના પાછળ સવારનાં ૯ઃ૩૦ થી પઃ૩૦ સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓનાં વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. દર્દીઓનાં ઓપરેશન રણછોડદાસજી બાપુ ચેરિ. ટ્રસ્ટ રાજકોટ ખાતે કરવામાં આવશે તો આ કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ લેવા જણાવાયું છે.