અમરેલીના ચિતલ ગામે મિલન કોટેક્ષ નામની જીનીંગ મીલ આવેલી છે. આ જીનીંગ મીલના માલિકના નામે અજાણ્યા ઈસમે ફોન કરી છેતરપિંડીની કોશિષ કરવામાં આવતાં મિલન કોટેક્ષના વેપારીએ આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભરતભાઈ દેસાઈએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા મુજબ મિલન કોટેક્ષ જીનીંગ મીલ લાલજીભાઈ દેસાઈ તથા હસુભાઈ દેસાઈ અને ભરતભાઈ દેસાઈના સંયુકત નામે ચાલતી હોય ત્યારે અમો અલગ-અલગ જગ્યાએથી કપાસની ખરીદી કરીએ છીએ ત્યારે અમરેલી યાર્ડમાં આવેલ વિશ્વાસ ટ્રેડીંગમાંથી હસુભાઈ દેસાઈને ફોન આવેલ કે તમારા નામે મો.નં.૯૧૪ર૬ ૪પ૧૯૮માંથી જણાવેલ કે, હસુભાઈ બોલું છું અને માલ લેવાની તેમજ ક્રિકેટ સટ્ટાની વાત કરેલ. જાકે હસુભાઈ દેસાઈએ આવો કોઈ ફોન કરેલ ન હોવાનું જણાવ્યું હતું. ફરી એકવાર ગોંડલ બાલાજી ઓઈલ મીલવાળાને મિલન કોટેક્ષ જીનીંગ મીલનું નામ લઈ ફોન કરેલો હતો. આમ વારંવાર કોઈ અજાણ્યો ઈસમ ઉપરોકત મોબાઈલ નંબરથી મિલન કોટેક્ષના નામથી અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરવાની કોશિષ કરતો હોય ત્યારે આ શખ્સ સામે કાર્યવાહી કરવા પોલીસમાં ફરિયાદ કરેલ છે.