ચિતલ ગામના લાલજીભાઈ વશરામભાઈ દેસાઈ(મિલન કોટેક્ષવાળા)ના દીકરા પંકજભાઈને ત્યાં પુત્ર જન્મની ખુશીમાં જીથુડી હનુમાનજી દાદાને થાળ ધરવામાં આવ્યો હતો. સાથોસાથ ગાયત્રી યજ્ઞ, સત્યનારાયણની કથા પણ કરવામાં આવી હતી. આ પ્રસંગની સાથે ડો.નેહલબેનની સગાઈ ડો.જયકુમાર સાથે થતાં રામામંડળ, રામદેવપીરનાં જીવનચરિત્રના આખ્યાનનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલા, અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, ભીખુભાઈ પટેલ, શિતલ આઈસ્ક્રીમવાળા દકુભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા, દિનેશભાઈ ભુવા, ખોડલધામ જિલ્લા કન્વીનર સુરેશભાઈ દેસાઈ, મનસુખભાઈ ઉંધાડ, શંભુભાઈ દેસાઈ, જયેશભાઈ નાકરાણી, રમેશભાઈ કાથરોટીયા, દયાળભાઈ સંઘાણી, જશવંતગઢના સરપંચ અશોકભાઈ માંગરોળીયા, ઉપસરપંચ લક્ષ્મણભાઈ સોરઠીયા, ચિતલ ગામના સરપંચ સુરેશભાઈ પાથર, ઉપસરપંચ રઘુવીરસિંહ સરવૈયા, ચિતલ વેપારી એસોસિએશનના પ્રમુખ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓએ દેસાઈ પરિવારના આમંત્રણને માન આપી હાજર રહ્યાં હતા. આ તકે મનુબાપા દેસાઈ, દયા રવજીભાઈ દેસાઈ, ચંદુભાઈ, અરવિંદભાઈ, કેશુભાઈ, લાલજીભાઈ, હસમુખભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, જયસુખભાઈ, પંકજભાઈ, ચિરાગભાઈ સહિત દેસાઈ પરિવારે મહેમાનોનું સહૃદય સ્વાગત કરી આભાર માન્યો હતો.