અમરેલી જિલ્લામાંથી વધુ બે લોકો લાપતા બન્યા હતા. ચિતલથી અમદાવાદ જવા નીકળેલી વિદ્યાર્થિની ગુમ થઈ હતી. આ અંગે જશવંતગઢ ગામે રહેતા શાંતિભાઈ દાનુભાઈ દેસાઈ (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી ખુશી (ઉ.વ.૧૮) ચિતલ ગામથી અમદાવાદ ખાતે અભ્યાસ અર્થે ST બસમાં જવા તા.૨૭/૧૦/૨૫ના ક.૨૩/૪૫ વાગ્યે નીકળેલ અને તા.૨૮/૧૦/૨૦૨૫ના ક.૦૬/૩૦ વાગ્યા સુધીમાં અમદાવાદ છાત્રાલય ખાતે પહોંચી છે તેવું જણાવ્યું હતું. જોકે ખરેખર પહોંચી નહોતી અને કોઇને કહ્યા વગર કયાંક જતી રહી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે. માંગવાપાળ ગામે રહેતા મુકેશભાઈ મનજીભાઈ મકવાણા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેની પુત્રી કોમલ (ઉ.વ.૧૮) ઘરેથી ગામમાં દૂધ લેવાનું કહીને નીકળ્યા બાદ પરત ફરી નહોતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એચ. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.








































