આજે એટલે કે ૯ ડિસેમ્બરે શાહી લગ્ન પહેલા વિકી અને કેટરિના કૈફની સંગીત સેરેમની યોજોઈ હતી. બુધવારે સાંજે યોજોયેલી સંગીત સેરેમનીમાં કપલ પોતાના પરિવાર અને અંગત મિત્રો સાથે ખૂબ મસ્તી અને ધમાલ કરી હતી. સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડા બોલિવુડ ગીતોથી ગૂંજી ઉઠ્‌યું હતું. છેલ્લા થોડા દિવસથી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલો સિક્સ સેન્સિસસ ફોર્ટ બરવાડા વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નને લઈને ચર્ચામાં છે. પ્રી-વેડિંગથી માંડીને વિકી-કેટરિનાના લગ્ન સુધી બધા જ પ્રસંગો આ ફોર્ટમાં આયોજિત કરવામાં આવ્યા છે. બુધવારે સાંજે ધમાકેદાર સંગીત સેરેમની યોજોઈ હતી. જેમાં કેટરિના કૈફ પોતાના પોપ્યુલર ગીતો ‘ચિકની ચમેલી’ અને ‘શીલા કી જવાની’ પર ડાન્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટનું માનીએ તો, કેટરિના કૈફે પોતાના પરિવાર અને સંબંધીઓને ‘ચિકની ચમેલી’નો હૂક સ્ટેપ શીખવાડ્યો હતો અને સૌને નચાવ્યા હતા. વિકી કૌશલે કેટરિના માટે તેની જ ફિલ્મનું ગીત ‘તેરી ઓર’ ગાયું હતું. સાથે જ કેટરિના અને પોતાના પરિવાર સાથે મન ભરીને ડાન્સ કર્યો હતો. કેટરિના અને વિકીના ધમાકેદાર સંગીતની કેટલીક અન્ય જોણકારી પણ સામે આવી છે. મીડિયા અહેવાલ પ્રમાણે, વિકી અને કેટરિનાએ સંગીત સેરેમનીમાં મેંચિંગ કપડાં પહેર્યા હતા. કેટરિનાએ સંગીત સેરેમની માટે પિંક રંગનો લહેંગો પહેર્યો હતો. જ્યારે વિકી કૌશલે ફ્લોરલ શેરવાની પહેરી હતી. કપલના લગ્ન એકદમ શાહી અંદાજમાં થવાના છે ત્યારે તેમણે દરેક વસ્તુ શાનદાર હોય તેનું ધ્યાન રાખ્યું હતું. વિકી-કેટરિનાએ સંગીત સેરેમનીમાં ૫ ટાયરની કેક કાપી હોવાનું જોણવા મળ્યું છે. પિંકવિલાના અહેવાલ પ્રમાણે, સંગીત સેરેમનીમાં બેરીઝથી ભરેલી ૫ ટાયર કેક તૈયાર કરવામાં આવી હતી. દિલ્હીના પેસ્ટ્રી શેફ દ્વારા કપલ માટે કેક તૈયાર કરવામાં આવી હતી. તમને જોણીને આંચકો લાગશે કે, સંગીત માટે લાવવામાં આવેલી કેકની કિંમત ૪.૫ લાખ રૂપિયા છે! કેટરિના કૈફ રોયલ વેડિંગ ઈચ્છતી હતી. ત્યારે આજે વર-વધૂની એન્ટ્રી પણ શાહી અંદાજમાં થવાની છે. વિકી કૌશલ સાત સફેદ ઘોડા જોડેલા રથમાં સવાર થઈને મંડપ સુધી આવશે જ્યારે કેટરિના કૈફ ડોલીમાં બેસીને આવશે. કપલે રોયલ વેડિંગમાં માત્ર ૧૨૦ મહેમાનોને આમંત્રિત કર્યા છે. લગ્નના કોઈપણ વિડીયો અને તસવીરો લીક ના થાય તે માટે તેમણે મહેમાનોને પોતાના મોબાઈલ રિસોર્ટના રૂમમાં જ મૂકીને આવવાની વિનંતી કરી છે.