અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી જીતુભાઈ, ડેર તાલુકા પંચાયત દંડક રાકેશભાઈ સોરઠીયા તથા ચાવંડ ગ્રામ પંચાયતના સરપંચ કપીલભાઈ ડેર સહિતનાઓએ ચાવંડ-શેખ પીપરીયા વચ્ચે બની રહેલા પેવર રોડનું નિરીક્ષણ કર્યુ હતું. માર્ગના કામની ગુણવત્તા સારી થાય તે માટે આગેવાનોએ રોડના કોન્ટ્રાકટર સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપી હતી.