નર્મદા પાઇપલાઇન આધારિત GWIL હસ્તકના ગઢડા હેડવર્કસથી ચાવંડ હેડવર્કસ સુધીની ૧,૨૦૦ મી.મી વ્યાસની એમ.એસ મુખ્ય પાઇપલાઇનના GWIL ચાવંડ પમ્પિંગ સ્ટેશન પર જુદાં-જુદાં જોડાણ કરવાની કામગીરી શરુ થવાની છે. આ કામગીરી હોવાથી ચાવંડ પમ્પિંગ સ્ટેશન પરથી પાણી પુરવઠો મેળવતા અમરેલી જિલ્લાની વિવિધ ૯ જૂથ પાણી પુરવઠા યોજનાઓમાં સમાવિષ્ટ લાભાર્થી શહેરો અને ગામોને, જુલાઇ-૨૦૨૪ની તા.૧૦ થી તા.૧૪ સુધી પાંચ દિવસ શટડાઉન રહેવાના કારણે પાણી પુરવઠો પ્રાપ્ત થઇ શકે તેમ નથી. આ પાઇપલાઇનના માધ્યમથી હેડવર્ક્સ દ્વારા પાણી મેળવતી તમામ ગ્રામ પંચાયત તથા નગરપાલિકાઓને આ સમય દરમ્યાન સ્થાનિક કે અન્ય સ્રોતમાંથી પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સ્થાનિક કક્ષાએ કરવા સહકાર આપવા અનુરોધ છે. આ સમયગાળા દરમિયાન સંબંધિત સંસ્થાઓએ જરુરી વ્યવસ્થા કરી ગુજરાત પાણી પુરાવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને આ કાર્યમાં સહકાર આપવા જાહેર જનતાને તથા સ્થાનિક સંસ્થાઓને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, અમરેલીના કાર્યપાલક ઈજનેરએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.