ગઈકાલે અમરેલી ફાયર કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કે જામનગરથી રાજુલા જતા ડીઝલ ટેન્કર લાઠી તાલુકાના ચાવંડ નજીક પલટી મારી ગયું  છે.  ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સતત ફોમનો મારો ચલાવી પરિસ્થિતિ કાબુમાં લીધી. બાદમાં ક્રેનની મદદથી ટેન્કરને ઊભું કરી માર્ગ પરથી હટાવવામાં આવ્યું હતુ. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ કામગીરીમાં આનંદભાઈ જાની, કૃષ્ણભાઈ ઓળકિયા, અરૂણભાઈ વાઘેલા અને ધવલભાઈ ચાવડા જોડાયા હતા.