લાઠી તાલુકાના ચાવંડ ગામે પંચાયત ભવનના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકો તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ જીતુભાઇ ડેરે પણ સંબોધન કરી વિકાસ કાર્યોને ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.