લાઠીના ચાવંડ ગામે ચેકપોસ્ટ પરથી પોલીસે કતલખાને ધકેલાતાં ૯ જીવને બચાવ્યા હતા. પશુઓને ક્રુરતા પૂર્વક ભરી પશુઓ માટે કોઇ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા ન કરી પશુ પ્રત્યે ઘાતકી પણુ દાખવી કતલખાને લઇ જવાના ઇરાદાથી મળી આવ્યા હતા. અમરેલીમાં રહેતા ઈરફાનભાઈ ઈકબાલભાઈ કુરેશી (ઉ.વ.૨૬) વિના પાસ પરમીટે પોતાના હવાલા વાળા ટ્રક રજી. નં.ય્ત્ન-૦૧-ઈ્-૬૧૨૨ માં ભેંસો જીવ નંગ-૮ કુલ કિં.રૂ.૮૦,૦૦૦, પાડો જીવ નંગ-૧ કિં.રૂ.૮૦૦૦ તથા ટ્રકની કિં.રૂ.૫,૦૦,૦૦૦ ગણી કુલ કિં.રૂ.૫,૮૮,૦૦૦નો મુદ્દામાલ લઈ જતા ઝડપાયા હતા. જેને કબ્જે કરી લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.