બ્રુનેઈ એ દારુસલામ દક્ષિણ પૂર્વ એશિયાનો એક નાનો દેશ છે, ૧૪મી સદીથી રાજાશાહી ચાલતી આવે છે. સુલતાન બોલ્કિયા પાસે ૧.૪ લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ પાસે છે. ભારતના સિક્કમ કરતાં પણ નાના દેશ બ્રુનેઈના સુલતાન પાસે ૩૦૦ ફેરારી અને ૫૦૦ જેટલી રોલ્સ રોયસ છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના દૃષ્ટિકોણથી બ્રુનેઈ ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે.
બ્રુનેઈનું પૂરું નામ બ્રુનેઈ દારુસલામ છે. બ્રુનેઈ એ દક્ષિણ પૂર્વ એશિયાનો એક નાનો દેશ છે, જે બોર્નિયો ટાપુ પર આવેલો છે. બ્રુનેઈ ૫૭૬૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો દેશ છે. બ્રુનેઈ એટલો નાનો દેશ છે કે, સિક્કિમ જેવાં ઘણાં રાજ્યો તેનાથી મોટાં છે. બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાન છે. વર્ષ ૨૦૨૩ ના ડેટા અનુસાર, બ્રુનેઈની કુલ વસ્તી ૪૫૫,૮૮૫ હતી, જેમાંથી લગભગ બે લાખની જનતા રાજધાની બંદર સેરી બેગવાનમાં નિવાસ કરે છે.
– બ્રુનેઈના અમીર સુલતાન
બ્રુનેઈમાં ૧૪મી સદીથી રાજાશાહી ચાલતી આવે છે. હાલ, હાજી હસનલ બોલ્કિયા બ્રુનેઈના સુલતાન છે. તેઓ ૧૯૬૭થી સુલતાનની ગાદી પર બિરાજમાન છે. ૧૯૮૪માં જ્યારે અંગ્રેજો અહીંથી ચાલ્યા ગયા ત્યારે બોલ્કિયા વડાપ્રધાન પણ બન્યા હતા. ભલે બ્રુનેઈની ગણતરી વિશ્વના સૌથી નાના દેશોમાં થાય, પરંતુ સુલતાન બોલ્કિયાની ગણતરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિોમાં થાય છે. ૧૯૮૦ સુધી તેઓ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, બોલ્કિયા પાસે ૧.૪ લાખ કરોડથી વધુ સંપત્તિ છે. સુલતાનની મોટાભાગની આવક તેલ અને કુદરતી ગેસના ભંડારમાંથી થતી કમાણીમાંથી આવે છે.
– વિશ્વના સૌથી મોટા મહેલ માલિક
બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા વિશ્વના સૌથી મોટા મહેલમાં રહે છે. તેમના મહેલનું નામ ‘ઈસ્તાના નુરુલ ઈમાન’ છે. આ મહેલ વિશ્વના સૌથી મોંઘા અને વૈભવી મહેલોમાંનો એક મહેલ ગણાય છે. ૨૦ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા આ મહેલનું નિર્માણ ૧૯૮૪માં કરાયું હતું, તે સમયે મહેલની કિંમત અંદાજે ૫૦ અરબ રુપિયા હતી. ઈસ્તાના નુરુલ ઈમાન પાસે ૨૨ કેરેટ સોનાનો ગુંબજ છે. તેમાં ૧૭૦૦ રૂમ, ૨૫૦થી વધુ બાથરૂમ અને ૫ સ્વિમિંગ પૂલ છે. એકસાથે બસોથી વધુ વાહનો પાર્ક કરી શકાય તેવું પા‹કગ પણ છે.
– ૭૦૦ કાર અને ગોલ્ડ જેટના માલિક
ભવ્ય જીવનશૈલી ધરાવતા બ્રુનેઈના સુલતાન પોતાની જાહોજલાલી માટે વિશ્વભરમાં જાણીતા છે. તેમને લક્ઝરી કારથી લઈને ઘોડા સુધીની દરેક વસ્તુનો શોખ છે. તેમના તબેલામાં આશરે ૨૦૦ ઘોડા છે. આ સિવાય તેમની પાસે ૭૦૦થી વધુ લક્ઝરી કારનો કાફલો છે. જેમાં ૩૦૦ ફેરારી અને ૫૦૦ રોલ્સ રોયસ કારનો કાફલો ( જેમાંની એક કાર સોનાથી મઢેલી છે. ) તેમની સેવામાં હાજર છે. જેની કિંમત ૫ બિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે. સુલતાન બોલ્કિયા બોઇંગ ૭૪૭ એરક્રાફ્ટ દ્વારા ઉડાન ભરે છે, જેની કિંમત ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. આ પ્રાઈવેટ પ્લેન સોનાથી મઢેલું છે.
– જાણીએ બ્રુનેઈના સુલતાનનું વૈભવી જીવન ઃ હસનલ બોલ્કિયા ઈબ્ની ઉમર અલી સૈફુદ્દીન બ્રુનેઈના ૨૯મા સુલતાન છે. ૧૯૮૪માં અંગ્રેજોની વિદાય બાદ તેઓ બ્રુનેઈના વડાપ્રધાન પણ રહ્યા છે. રાણી એલિઝાબેથ દ્વિતીય પછી બોલ્કિયા સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા રાજા છે. તેમણે ૨૦૧૭માં ૫૦ વર્ષના શાસનની સુવર્ણ જયંતીની ઉજવણી કરી હતી.
બ્રુનેઈ જેવા નાનકડા દેશમાં સુલતાન સૌથી શક્તિશાળી વ્યક્તિ હોવાની સાથે સૌથી ધનિક રાજાઓમાંના એક છે. ૧૯૮૦ સુધીમાં તેઓ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ હતા. ફોર્બ્સ અનુસાર, ૨૦૦૮માં બોલ્કિયાની કુલ સંપત્તિ ૧.૪ લાખ કરોડ રૂપિયા હતી.
ધ ટાઈમ્સ યુકેના અનુસાર, બોલ્કિયા પોતાના વાળ કપાવવા માટે લગભગ ૧૬ લાખ રૂપિયા ખર્ચે છે. તેમના હેર સ્ટાઈલિસ્ટને મહિનામાં બેવાર ખાનગી ચાર્ટર્ડ પ્લેન દ્વારા બોલાવવામાં આવે છે. બ્રુનેઈના સુલતાને પોતાના માટે એક બોઈંગ ૭૪૭ એરક્રાફ્ટ ખરીદ્યું હતું, જેની કિંમત લગભગ ૪૦૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૩,૦૦૦ કરોડ રૂપિયા છે. રસપ્રદ વાત એ કે, તેમણે આના પર અલગથી ૯૮૯ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા, એટલે કે વિમાનની કિંમત કરતાં વધુ એસેસરીઝ લગાવાઇ હતી, જેમાં ગોલ્ડ વાશ બેસિન અને વૈભવી ગોલ્ડ પ્લેટેડ બારીઓનો સમાવેશ થાય છે. આ એરક્રાફ્ટના ફ્લોર પર સોનાના વાયરોવાળી કાર્પેટ પાથરવામાં આવી છે, જે હાથકામ કરેલી છે. ઈસ્તાના નુરુલ ઈમાન વિશ્વનો સૌથી મોટો મહેલ છે. આ મહેલનો ગુંબજ ૨૨ કેરેટ સોનાથી જડાયેલો છે.
સુલતાનની લક્ઝરીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજા બન્યા બાદ તેણે ૫૦ અબજ રૂપિયાનો મહેલ બનાવ્યો હતો. આ મહેલ “ઇસ્તાના નુરુલ ઇમાન” તરીકે ઓળખાય છે. આ મહેલમાં ૮૦૦ કાર રાખવા માટેનું વિશાળ ગેરેજ છે. આ મહેલની દીવાલો સોનાથી મઢેલી છે. ૨૦ લાખ સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલા આ મહેલની નોંધ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડ્ર્ઝમાં પણ છે.
બ્રુનેઈમાં કેટલાં મંદિરો છે? ધાર્મિક પરિદૃશ્યની દૃષ્ટિએ હિન્દુ મંદિરોની સંખ્યા મર્યાદિત છે. બ્રુનેઈ દેશની ધાર્મિક ઓળખ ઈસ્લામ છે અને દેશના મોટા ભાગના લોકો પણ મુસ્લિમ છે. ઇસ્લામનું વર્ચસ્વ હોવા છતાં અન્ય ધર્મના અનુયાયીઓ માટે ધાર્મિક સ્થળો અસ્તિત્વમાં છે.
બ્રુનેઈમાં હાલમાં બે મોટાં હિન્દુ મંદિરો છે, જેમાં પહેલું શિવમંદિર અને બીજું શ્રીરામ મંદિર છે.
– શિવમંદિર (શ્રીભદ્રકાલી મંદિર) ઃ આ મંદિર બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં બનેલું છે. આ મંદિર મુખ્યત્વે સ્થાનિક ભારતીય સમુદાયના લોકો માટે એક મહ¥વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. આ મંદિરમાં ઘણા હિન્દુ તહેવારો અને પૂજા વિધિઓનું આયોજન કરાય છે.
– રામમંદિર (શ્રીરામ મંદિર): આ મંદિર પણ બંદર સેરી બેગવાનમાં આવેલું હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ખૂબ મહ¥વપૂર્ણ છે. આ મંદિરમાં વિશેષ પૂજા અને ઉત્સવોનું આયોજન કરાય છે, જે હિન્દુ સમુદાય માટે મહ¥વપૂર્ણ છે. આ મંદિરો સિવાય બ્રુનેઈમાં હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અન્ય કોઈ ધાર્મિક સ્થાનો નથી.