વિનાયક કે બિનાયક એ ગણેશનું એક સામાન્ય નામ છે. જે પુરાણોમાં અને બૌદ્ધ તંત્રોમાં જોવા મળે છે. આ નામ મહારાષ્ટ્રના પ્રખ્યાત ૮ ગણપતિ મંદિરના નામકરણમાં પ્રતિબિંબિત થાય છે જે અષ્ટવિનાયકના નામે ઓળખાય છે . વિÎનેશ અને વિÎનેશ્વર એ નામ હિન્દુ ધર્મમાં તેમના મુખ્ય કાર્યને, અવરોધોના સ્વામી અને વિÎન દૂર કરનાર તરીકે દર્શાવે છે.
(૫) વરદ વિનાયક મંદિર ( મહાડ ):
મહારાષ્ટ્રના ખાલાપુર તાલુકામાં મહાડ ગામે આવેલા વરદ વિનાયક મંદિરમાં ગણપતિ દાદા વરદ વિનાયકના નામથી બિરાજમાન છે. વરદ વિનાયક મંદિર પૂર્વાભિમુખ છે તથા ગણપતિ દાદાની સૂંઢ ડાબી તરફ છે. આ સ્થળ મહાડમઢના નામે પણ ઓળખાય છે. મંદિરને દૂરથી જોતાં તેનો દેખાવ કોઈ મકાન જેવો જ લાગે છે. વરદ વિનાયકની મૂર્તિ ગર્ભગૃહની બહાર પ્રસ્થાપિત કરાયેલી છે.
એક પૌરાણિક કથા મુજબ આ સ્થળનું પ્રાચીન નામ તીપ્રક હતું અને અહીં સંતો-મહંતો તથા ઋષિ-મુનિઓ તપમાં લીન રહેતા હતા, ઋષિ ગૃત્સમદના તપથી પ્રસન્ન થઈ ગણપતિ દાદાએ તેમને દર્શન આપ્યા અને ઋષિ ગૃત્સમદે અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું.
– કેવી રીતે જશો ?: નજીકનું રેલવે સ્ટેશન કોંકણ છે. સડક માર્ગે કરજત, ખોપોલી અને થાણેથી બસ સુવિધા મળી રહે છે. સડક માર્ગે પૂનાથી લોનાવાલા, ખોપોલી થઈ મહાડ પહોંચી શકાશે. પૂનાથી મહાડનું અંતર આશરે ૮૪ કિ.મી. જેટલું છે.
(૬) ચિંતામણિ વિનાયક મંદિર ( થેઉર ):
મહારાષ્ટ્રના પૂના જિલ્લાના હવેલી તાલુકાના થેઉર ગામમાં મૂળા-મૂઠા નદી કિનારે ચિંતામણિ વિનાયક મંદિર આવેલું છે. અહીં ગણપતિ દાદાની મૂર્તિએ ગળામાં ચિંતામણિ રત્ન ધારણ કરેલું હોવાથી તેઓ ચિંતામણિના નામે ઓળખાય છે. ચિંતામણિ વિનાયકના આ મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તરાભિમુખ છે. અહીં ભગવાન ચિંતામણિની ડાબી સૂંઢ ધરાવતી મૂર્તિ પૂર્વાભિમુખ પલાંઠીવાળીને બિરાજમાન છે. મંદિરનો સભાખંડ કાષ્ઠમાંથી અને પ્રાચીન કલાત્મક કોતરણીસભર બનાવેલો છે.
પૂનાથી થેઉરનું અંતર આશરે ૧૪ કિ.મી. જેટલું છે. આ મંદિરે પહોંચવા માટે પૂનાથી બસ સુવિધા મળી રહે છે.
(૭) ગિરિજાત્મજ મંદિર ( લેણ્યાદ્રી ):
મહારાષ્ટ્રના પૂનાથી લગભગ ૬૦ કિ.મી.ના અંતરે લેણ્યાદ્રી પર્વત પર આવેલી બૌદ્ધકાલીન ગુફાઓમાં આવેલું ગિરિજાત્મજ મંદિર પોતાના નયનરમ્ય વિસ્તારને કારણે હરિયાળું લાગે છે. આ ગિરિજાત્મજ મંદિર બૌદ્ધ મૂળની ૧૮ ગુફાના ગુફા સંકુલની વચ્ચે નિર્માણ પામેલું છે. આ મંદિર ૮મી ગુફાની મધ્યમાં આવેલું છે. આ મંદિર ગણેશ-લેનીના નામે પણ ઓળખાય છે.
કુદરતી સૌંદર્ય અને રમણીય વાતાવરણમાં આવેલું આ મંદિર ૫૦ ફૂટ પહોળું અને ૬૦ ફૂટ લાંબું છે, મંદિરની ખાસ વિશેષતા એ છે કે, જે કોઈપણ સ્તંભના આધાર વગર અડીખમ ઊભેલું છે. ‘ગિરિજાત્મજ વિનાયક’ના નામે બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ગુફાની દિવાલ પર સુંદર રીતે કંડારેલી છે, જે ઉત્તરાભિમુખ છે. પહાડી સુધી પહોચવા માટે આશરે ૩૨૫ જેટલા પગથિયાં ચઢવા પડે છે, ત્યારે તમે ગુફા સુધી પહોંચી શકો છે. અહીંની દરેક ગુફાની સામ્યતા અજંતાની ગુફા જેવી છે. શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
લેણ્યાદ્રી પૂનાથી ૯૪ કિ.મી.ના અંતરે આવેલું છે. પૂનાથી તાલીગાલ વાયા જુન્નર સુધી સડકમાર્ગે જઈ, ત્યાંથી બસ દ્વારા પહોંચાય છે. પૂના-નાસિક હાઈવેથી ચક્રના, રાજગુરૂનગર, મંચર થઈ નારાયણગાંવ પહોંચાય છે. નારાયણગાંવથી જુન્નર રોડ થઈ લેણ્યાદ્રી પહોંચાય છે.
(૮) સિદ્ધિવિનાયક મંદિર ( સિદ્ધટેક ):
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કર્જત તાલુકાના સિધ્ધટેક ખાતે ભીમા નદીના સામા કિનારે આવેલું સિદ્ધિવિનાયક મંદિર એ પેશ્વાકાલિન મંદિર છે. ભાવિક ભક્તો હોડી દ્વારા નદી પાર કરીને કે પુલ પરથી આ મંદિરે પહોંચી શકે છે. કુદરતી અને હરિયાળા સૌંદર્યથી ભરપૂર એવા આ સ્થળે ગણપતિ દાદાની ૩ ફૂટ ઊંચી અને ૨.૫ ફૂટ પહોળી જમણી સૂંઢવાળી સ્વયંભૂ મૂર્તિ બિરાજિત છે. દાદાની મૂર્તિ ઉત્તર દિશા તરફ છે. ગણપતિ દાદા અહીં પલાંઠી વાળીને બિરાજમાન થયેલા છે, તો રિદ્ધિ-સિદ્ધિ તેમની જાંઘ પર બેઠેલાં છે. અહીં સૂર્ય, ચંદ્ર અને ગરૂડની
આકૃતિઓની મધ્યમાં નાગરાજ પણ બિરાજમાન છે.
પેશ્વાકાલિન આ મંદિર એક વિશાળ ઓટલા પર સ્થિત છે. ગણપતિ દાદાની મૂર્તિ પહાડના એક ખૂણામાં સ્થાપિત હોવાથી શ્રદ્ધાળુઓ આ પહાડની પ્રદક્ષિણા અવશ્ય કરે છે. મંદિર તરફનો મુખ્ય માર્ગ પેશ્વાના સેનાપતિ હરિપંત ફડકેના સહયોગથી નિર્માણ કરાયો હોવાનું મનાય છે. ૧૫ ફૂટ ઊંચું અને ૧૦ ફૂટ પહોળું આંતરિક ગર્ભગૃહ પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરના માર્ગ તરફ નિર્માણ કરાયેલું છે, જેમાં ૩ ફૂટ ઊંચી અને ૨.૫ ફૂટ પહોળી મૂર્તિની સ્થાપના કરેલી છે. સિદ્ધિવિનાયક દાદાના મંદિરે જવા માટે અહેમદનગરથી બસની સુવિધા મળે છે. રેલવે માર્ગે અહેમદનગરથી દૌન્ડ અને બોયબેલ સુધી પહોંચી, ત્યાંથી સડકમાર્ગે સિદ્ધટેક પહોંચી શકાય છે.









































