તમિલનાડુ રાજય પરિવહન નિગમ (ટીએનએસટીસી)ના એક બસ ચાલકને મદુરૈમાં હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું જો કે તે પહેલા તેણે ૩૦ મુસાફરોનો જીવ બચાવ્યો હતો.
મળતી માહિતી અરૂમુગમ ૩૦ મુસાફરોની સાથે અરાપ્પલાયમથી કોડાઇકનાલ માટે ટીએનએસટીસી બસ ચલાવીને જોઇ રહ્યો હતો જેવી બસ સવારે ૬.૨૦ કલાકે અરપ્પાલાયમથી રવાના થઇ ચાલકે કંડકટર ભગિયારાજને છાંતીમાં દુખાવાની ફરિયાદ કરી અને દુર્ઘટનાગ્રસ્ત થતા પહેલા કોઇ રીતે વાહનને માર્ગના કિનારે ઉભુ કરી દીધુ.કંડકટરે તાકિદે એમ્બ્યુલન્સને ફોન કર્યો પરંતુ તે આવે તે પહેલા અરૂમુગમનું મૃત્યુ થઇ ગયું હતું. તેને બે પુત્રીઓ છે.
ટીએનએસટીસીના ઉપ વાણિજય પ્રબંધક મુદૈરૈના યુવરાજે કહ્યું કે અરૂમુગમને ટીએનએસટીસીમાં ડ્રાઇવરના રૂપમાં ૧૨ વર્ષનો અનુભવ હતો અને માર્દગના કિનારે બસને પાર્ક કરવાની તેની યાદગાર કાર્યવાહીને હંમેશા યાદ રાખવામાં આવશે
શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી રાજોજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું છે અને કરીમેદુ પોલીસે મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે પોલીસે કહ્યું કે શબને જીઆરએચ હોસ્પિટલ લઇ જતા પહેલા અરૂમુગમના પરિવારને જોણ કરવામાં આવી હતી.