રાજુલાના ચારોડીયામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર ભગીરથભાઈ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ કલસરીયા, રાજુલા- ખાંભા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરીયા, સરપંચ એસોસિએશન પ્રમુખ મનુભાઈ ધાખડા, આગરીયાના સરપંચ પ્રકાશભાઈ ખુમાણ, વડલીના સરપંચ મગનભાઈ હરિયા, કુંભારિયાના સરપંચ ભરતભાઈ દીપડીયા અને પ્રેમજીભાઈની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં બીપીએલ યાદીમાં ૦ થી ૨૦ સ્કોરમાં સમાવેશ થતા ૬૦ વર્ષની ઉંમરના લાભાર્થીઓને તલાટી કમ મંત્રી દ્વારા ઘરે જઈને વૃદ્ધ સહાય તથા વિધવા સહાયના ફોર્મ ભરી લાભ અપાયા હતા. અહીં ૧૦૭ લાભાર્થીઓને હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા. ૧૩૮૫ અરજીનો સ્થળ નિકાલ કરવામાં આવ્યો હતો.