ઉત્તરાખંડમાં ચાલી રહેલ ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધી ૩૪ શ્રધ્ધાળુઓના મોત નિપજયાં છે આ મામલામાં સરકાર અને આરોગ્ય વિભાગ પોત પોતાની સ્પષ્ટતા કરવામાં લાગેલ છે ત્યારે રાજય ભાજપ પ્રવકતા શાદાબ શમ્સે અજીબ તર્ક આપ્યો છે કે શ્રધ્ધાળુઓની મોત ધાર્મિક આસ્થાને કારણે થઇ રહ્યાં છે.તેમાં મોક્ષ પ્રાપ્તિ પણ એક કારણ છે.
તેમણે કહ્યું હતું કે લોકોની આસ્થા છે કે ચારધામમાં મોક્ષ પ્રાપ્ત થાય છે આ ધારણાથી પણ લોકો અહીં આવે છે તેની સાથે જ શમ્સે આગળ કહ્યું કે જે શ્રધ્ધાળુઓના યાત્રા દરમિયાન મૃત્યુ થયા છે તે લોકો બદ્રીનાથ અને કેદારનાથમાં પોતાની આસ્થા પ્રકટ કરતા મોક્ષ માટે ચારધામ યાત્રા પર આવ્યા હતાં અને તેમણે પોતાની
બીમારીઓને છુપાવી હતી જેથી દર્શન થઇ જોય આજ કારણ તેમનું મૃત્યુનું કારણ બની
ભાજપના પ્રવકતાએ કહ્યું કે ધાર્મિક માન્યતા અનુસાર શ્રધ્ધાળુઓનું માનવુ છે કે જો ચારધામમાં મૃત્યુ થાય તો તેમને મોક્ષની પ્રાપ્તી થાય છે આજ કારણ છે કે શ્રધ્ધાળુ પોતાની બીમારીને છુપાવી દર્શન માટે પહોંચી રહ્યાં છે ગંભીર બીમારીના કારણે તેમનું મૃત્યુ થઇ રહ્યાં છે જયારે સરકાર તરફથી શ્રધ્ધાળુઓ માટે ધામોમાં સારી વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી આ યાત્રાને સફળ બનાવવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.