અમરેલી વિધાનસભાનાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા પોતાના મત વિસ્તારમાં વિકાસના કામોને વેગ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાની રજૂઆતને ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા પણ અમરેલી વિધાનસભા માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે. જેમાં અમરેલી તાલુકાનાં ચાડીયા-મેડી ગામને જોડતો પુલ છેલ્લા ઘણા સમયથી ખખડધજ હાલતમાં હોવાથી આ પુલનાં નવીનીકરણ માટે રાજય સરકારે રૂ.૭૦ લાખની ગ્રાન્ટ ફાળવતાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા ચાડીયા-મેડી ગામને જોડતાં પુલનું ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્યની સાથે ગામ અગ્રણીઓ પણ ખાતમુહૂર્તમાં જોડાયા હતા.