ચાડિયા ગામે ફટાકડા ફોડવા મુદ્દે બે પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. પિયુષભાઇ વિરજીભાઇ મહિડાએ જયંતીભાઈ મકવાણા સહિત ચાર લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે આરોપીને ફટાકડા ફોડવાની ના પાડતાં છેલ્લા જ ફટાકડા છે હવે નહીં ફોડીએ તેમ કહી ધક્કો મારીને ગાળો આપવા લાગ્યા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓએ ભેગા થઈ માર મારીને ધમકી આપી હતી. જે બાદ જયંતીભાઇ મકવાણાએ પિયુષભાઈ મહિડા સહિત સાત સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અહીં ફટાકડા શું કામ ફોડો છો તેમ કહેતા સારું નહોતું લાગ્યું અને છુટ્ટા પથ્થરના ઘા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.