અમરેલી તાલુકાના ચાંપાથળ ગામે શેત્રુંજી નદી પરનો કોઝ-વે અસરગ્રસ્ત થયો હતો. આ કોઝ-વેનું જરુરી મરામત કાર્ય થઇ શકે તે માટે તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાહનચાલકોને સુગમતા રહે તે માટે આ કોઝ-વેનું કામચલાઉ ધોરણે મરામત કાર્ય આરસીસી મટિરીયલ્સથી કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન પંચાયત હેઠળના ચાંપાથળ સાવરકુંડલા રોડ પરના આ કોઝ-વેની જગ્યાએ મેજર બ્રિજ બનાવવાનું પણ આયોજન માર્ગ અને મકાન પંચાયત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી ચાંપાથળ સહિતના વટેમાર્ગુઓને અવરજવર માટે સુવિધામાં વધારો થશે.







































