જિલ્લામાં ખનીજ માફીયાઓ બેફામ બની રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ તંત્ર સામે એક કોંગ્રેસ આગેવાન દ્વારા ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી ન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં અમરેલીના ચાંપાથળ ગામેથી શેત્રુંજીની નદીમાંથી રેતી ચોરી કરવાનો ફતેપુરનો ટ્રેકટર ચાલક ઝડપાયો હતો. મળતી વિગત પ્રમાણે, ફતેપુરમાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા ભરતભાઈ ઉર્ફે જાંબુ બટુકભાઈ વડેચા બે દિવસ પહેલા રાત્રે ૧૦ વાગ્યે પોતાના ટ્રેકટરમાં રોયલ્ટી કે લીઝ વગર શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરી કરવાની કોશિશ કરતાં પકડાયા હતા. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એ.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે.