અમરેલીના ચાંપાથળ ગામે એક રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા ૩૦ હજાર સહિત કુલ ૭૦ હજાર રૂપિયાની ચોરી થઈ હતી. બનાવ અંગે ચંદુભાઈ ધીરૂભાઈ ખુંટ (ઉ.વ.૫૧)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પત્ની પુનમબેન આંબલીયાભાઇ રાઠવા તા.૨૫/૧૦/૨૦૨૧ ના વીસેક દિવસ પહેલા પોતાનું ઘર છોડીને પોતાના માવતર જતા રહ્યા હતા. તેમણે પોતાના રહેણાંક મકાને તપાસ કરતા મંગળસુત્ર નંગ-૦૧, સોનાની બુટી જોડ નંગ-૦૧, ચાંદીનો કંદોરો નંગ-૦૧, સોનાનો ઓમકાર નંગ-૦૧, ચાંદીના છડાની જોડ નંગ-૦૩ તથા રોકડા રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ.૭૦,૦૦૦ ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.જે. ગોંડલીયા વધુ તપાસ કરી રહ્યા છે.