ચાંદગઢ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે બાળકોને કીટ તથા ઇનામ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો. ધો.૧ માં પ્રવેશપાત્ર પાંચ બાળકોને દાદભાઈ ધાધલ દ્વારા કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રામકુભાઈ ખુમાણ, ભીખુભાઈ ખુમાણ, જશુભાઈ ખુમાણ, મંત્રી વિજયભાઈ વાળા, મહાવીરભાઇ જેબલીયા સહિત બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.