ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલા સનરાઈઝીંગ હોમ્સના બેઝમેન્ટમાં લિફ્ટ પાસે ઈકો કારમાં દારૂનો જથ્થો રખાયેલો છે. આ દારૂ ફ્લેટ નંબર ૧૨૦૩માં મુકવાનું ચાલુ છે.
જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં સુભાષ ભાઈલાલભાઈ પટેલ, લક્ષ્મણ સળુભાઈ ડામોર અને જાન્વી મિનાત્ક્ષીબેન બારોટની ધરપકડ કરવામાં આવી હતી.જાનવી સનરાઈઝીંગ હોમ્સમાં એક્સ-૧૨૦૩ નંબરમા રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.પોલીસે અહીંથી ૨,૭૨,૧૪૦નો દારૂ અને બિયરનો જથ્થો તથા ઈકો કાર મળીને કુલ રૂ. ૫,૨૨,૧૪૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓએ દારૂનો આ જથ્થો ક્્યાંથી મેળવ્યો અને કોને આપવાનો હતો તેની તપાસ પોલીસે હાથ ધરી છે.