રાજુલા તાલુકાના ચાંચ ગામની દીકરી ચિ. કીર્તિબેને ફૂટબોલ સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી ગામ તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. ચિ. કીર્તિબેન ચાંચ ગામના ઇશ્વરભાઇ શિયાળની પુત્રી છે. તેણી એમ.એ.નો અભ્યાસ કરે છે. કીર્તિબેને મેળવેલી સિદ્ધિ બદલ તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.