ચલાલામાં તાજેતરમાં એક પરિણીતાએ તેની બે દીકરીઓ સાથે સળગી જઈને આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ કેસમાં મહિલાએ ઘરકંકાસમાં આ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યા બાદ ઝીંઝુડા ગામે રહેતી પરિણીતાની માતા હંસાબેન કેશુદાસભાઈ નિમાવત (ઉ.વ.૬૨)એ ચલાલામાં મીઠાપુર (ડુંગરી) ખાતે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતાં જમાઈ ભરતભાઈ મંછારામભાઈ દેવમુરારી (ઉ.વ.૪૫) સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીને જમાઈ પાંચ વર્ષથી મેણા-ટોણા મારી માનસિક ત્રાસ આપતો હતો. પતિના અત્યાચારથી કંટાળી તેણે શરીરે કેરોસીન છાંટી બે દીકરીઓ સાથે આપઘાત કરી લીધો હતો.