અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાની સુચના મુજબ ધારાસભ્ય જે.વી.કાકડીયા તેમજ ચલાલા ભાજપ પ્રભારી શરદભાઈ પંડયાની હાજરીમાં ચલાલા શહેર ભાજપની કારોબારી બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ ઠરાવોનું વાંચન કરી બહાલી આપવામાં આવી હતી તેમજ કોકીલાબેન કાકડીયા, હિંમતભાઈ દોંગા, પ્રવિણભાઈ માલવીયા, પ્રકાશભાઈ કારીયા સહિતના આગેવાનોએ સરકારની યોજના અંગેની માહિતી આપવા કાર્યકરોને કામે લાગી જવા આહ્‌વાન કર્યુ હતુ. આ બેઠકમાં પાલિકા પ્રમુખ ગીતાબેન કારીયા, જયરાજભાઈ વાળા સહિતના ભાજપ આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતા.