ચલાલામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં શ્રી મોગલ મા માનવ સેવા ટ્રસ્ટ તથા શિવસાંઇ ગ્રુપ દ્વારા બ્રહ્મચોર્યાસી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચલાલા-મિઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજ સહ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યો હતો. જેના કારણે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં શિવરાજભાઈ વાળા, સંજયભાઈ ભુવા, જયરાજભાઈ જેબલીયા, લલીતભાઈ મહેતા, સ્વ.ગિરીશભાઈ જાની પરિવાર, જીતુભાઈ પંચોલી, દિવ્યેશ ઉનડકટ, અંકિતભાઈ દવે સહિતના દાતાઓનો મુખ્ય સહયોગ મળ્યો હતો. તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.