દાનમહારાજની પાવન ભૂમિ ચલાલામાં આવેલા સાંઈ મંદિરના સાનિધ્યમાં સૌ પ્રથમવાર ચલાલા પોલીસ પરિવારનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. શિવસાંઈ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાવરકુંડલા રેન્જના એએસપી વૈદ્ય, ચલાલા પીઆઈ ચાવડા અને પીએસઆઈ રામાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા, જેમાં ઉદયબાપુ ભગત, પ્રકાશભાઈ કારિયા, હરેશભાઈ કાથરોટિયા, ખોડાદાદા શાસ્ત્રી, ભગીરથભાઈ ધાધલ, ભયલુભાઈ વાળા, ડા. દેવકુભાઈ વાળા, ચાપરાજભાઈ ધાધલ, અશોકભાઈ જોષી, કીર્તિભાઈ ભટ્ટ અને રમેશભાઈ પરમારનો સમાવેશ થાય છે. શિવસાંઈ ગ્રુપે તમામ આમંત્રિત મહેમાનોનું ફૂલહાર અને ખેસથી ભાવપૂર્વક સ્વાગત અને સન્માન કર્યું હતું. પોલીસ અધિકારીઓએ શિવસાંઈ ગ્રુપ અને મોગલ માનવ સેવા ગ્રુપના વિવિધ માનવસેવા અને ધાર્મિક કાર્યોની પ્રશંસા કરી હતી.