ગાયત્રી સંસ્કાર વિદ્યાલય સંચાલિત રક્ષાશક્તિ સ્કૂલના શુભ ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ડા. કુબેરભાઈ ડિંડોર આવેલ હતા. જેમાં અમરેલી જિલ્લા કરાટે કોચ હદીસા મહેતર અને રિધ્ધિ મહેતાની તાલીમ હેઠળ શાળાની દીકરીઓને નારી સશક્તિકરણ માટે કરાટે તેમજ સેલ્ફ ડિફેન્સનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનાથી પ્રોત્સાહિત થઈ નારી શક્તિને પ્રોત્સાહન આપવા બદલ અને શાળામાં વિદ્યાર્થીઓને કરાટેની શ્રેષ્ઠ તાલીમ આપવા બદલ અમરેલી જિલ્લા કરાટે કોચ મહેતર હદીસા મજીદભાઈ અને મહેતા રિધ્ધિ નવીનભાઈનું શિક્ષણ મંત્રી ડા. કુબેરભાઈ ડિંડોર તેમજ ગાયત્રી પરિવાર ટ્રસ્ટના શિલ્પી ડા. રતિદાદા શાસ્ત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.