રાજય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં વિકાસનાં કામો થાય તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેના ભાગરૂપે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચલાલા નગરપાલિકાને રૂપિયા ૩પ૯ લાખ અને બગસરા નગરપાલિકા માટે રૂ.૭પપ લાખનાં રોડ-રસ્તાનાં કામો માટે મંજૂરી આપવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધારાસભ્ય જે.વી.કાકડીયાએ આભાર માન્યો હતો.