ધારી તાલુકાના ચલાલા પોસ્ટઓફિસમાં ફરજ બજાવતા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બે કર્મચારી જેમાં ગભરૂભાઈ માંજરીયા અને બધાભાઈ શેખાના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીફળ અને સાકરનો પડો આપીને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર દેવકુભાઈ વાળા, નિવૃત્ત પી.એસ.આઇ. મધુભાઈ વાળા તેમજ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.