અમરેલી જિલ્લા પોલીસ વડાએ તાજેતરમાં પીએસઆઈની બદલીઓનો ગંજીપો ચીપ્યો છે. જેમાં અનેક પીએસઆઈની અરસપરસ બદલીઓ કરવામાં આવી છે. જેથી ચલાલા પીએસઆઈ ગલચરની બદલી જતા પીએસઆઈનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા વિદાય સમારંભમાં પોલીસ સ્ટાફ દ્વારા પીએસઆઈનું સન્માન કરી વિદાયમાન અપાયું હતુ. વિદાય સમારંભ સમયે પોલીસ કર્મીઓ હાજર રહ્યાં હતા.