ચલાલા પોલીસ સ્ટેશનના ૫ીએસઆઈ આર.આર.ગળચરની બદલી થતા પોલીસ કર્મચારીઓ અને શહેરના આગેવાનોએ ભવ્ય વિદાય આપી હતી તેમજ નવનિયુકત પીએસઆઈ પી.જે.રામાણીનું સ્વાગત કરાયું હતું. વિદાય સમારંભ અને આવકાર સમારંભમાં ચેમ્બર ઓફ કોમર્સ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.