ધારી વન વિભાગ દ્વારા ચલાલા પાસે વન્ય પ્રાણી સસલાનો શિકાર કરીને તેની મિજબાની માણતા શિકારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ધારીના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલા દ્વારા આવા ગુનાઓ રોકવા માટે સ્ટાફને જરૂરી સૂચન આપેલું હોવાથી એસીએફ ત્રિવેદીના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ જ્યોતિબેન વાંઝાએ સસલાનો શિકાર કરી મિજબાની માણતા ઇસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરસિયા રેંજના આર.એફ.ઓ. જ્યોતિબેન વાંઝા દ્વારા અગાઉ પણ આવી અનેક કામગીરી કરીને વન વિભાગના ઘણા ગુનાઓ ઉકેલવામાં આવ્યા હતા.