અમરેલી એલસીબી ટીમ ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે કેરાળા ગામથી કમી ગામ તરફ જતા રોડ પરથી બે ઇસમોને બે ટ્રેકટરમાં રેતી ચોરીને જતા ઝડપી પાડ્‌યા હતા. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અને હાલ ધારીના ઈંગોરાળા ડુંગરી ગામે રહેતા સુનીલ સંતોષભાઈ ગામડ તથા સોહન પીડુભાઈ ડામોરને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. એલસીબી ટીમે રેતી, બે ટ્રેકટર-ટ્રોલી સહિત ૩,૮૧,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે.કરમટા તથા એલસીબી ટીમે આ કામગીરી કરી હતી.