પોલીસ ભરતી માટે ચલાલા શહેર તથા આસપાસના ગામડાઓના પ૦૦ થી વધુ યુવાનો તૈયારી કરી રહ્યા છે, ત્યારે યુવાનોને રનિંગ અને પ્રેક્ટિસ માટે ધારાસભ્ય જે.વી. કાકડીયાએ પોતાનું ખેતર ખુલ્લું મુકતા યુવાનોમાં આનંદની લાગણી છવાઇ હતી.
રનિંગ પ્રેક્ટિસ માટે યુવાનો પાસે કોઇ ખુલ્લી જગ્યા ન હોવાથી પાલિકાના ઉપપ્રમુખ જયરાજભાઇ વાળાને રજૂઆત કરી હતી, જેથી ઉપપ્રમુખે યુવાનોને સાથે રાખી આ બાબતે ધારાસભ્ય જે.વી. કાકડીયાને જાણ કરતા તેમણે ધારી રોડ પર આવેલ પોતાની માલિકીનું ખેતર યુવાનોના હિતમાં ખુલ્લું મુક્યું હતું. આજે ખેતરમાં જેસીબી, ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા ખેતરને મેદાનમાં તબદીલ કરી નાખવામાં આવ્યું હતું. યુવાનોએ ધારાસભ્ય કાકડીયા તથા પાલિકાના ઉપપ્રમુખ જયરાજભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.