યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ચલાલા ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ સંયુક્તપણે ભાગ લીધો હતો. વિદ્યાર્થિનીઓએ સુંદર ગરબા, આરતીની થાળી અને દાંડિયા શણગારીને ભાગ લીધો હતો. આ દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ પરંપરાગત પોશાક પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. બેસ્ટ રાસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ દાંડિયા, બેસ્ટ ગરબા અને બેસ્ટ આરતીની થાળી જેવી કેટેગરીઓમાં ઇનામો આપવામાં આવ્યા હતા.
સંસ્થાના વડા ડા. રતિદાદાએ તમામ વિદ્યાર્થીઓને નવરાત્રી મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડાયરેક્ટર ભારતભૂષણ મહેશભાઈ મહેતા, આચાર્ય શીતલબેન મહેતા તથા સમગ્ર સ્ટાફે મહેનત કરી હતી.