યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, ચલાલા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ દ્વારા ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓની રક્ષા કાજે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સંસ્થાના વડા પ.પૂ. સંતશ્રી ડો. રતિદાદાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કુલ ૧૦૪૩ ચકલીઘર તથા ૧૦૦૦ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ
આભાર – નિહારીકા રવિયા કરાયું હતું. આ ભગીરથ કાર્યમાં મુંબઈ સ્થિત દાતા નવીનચંદ્રભાઈ શેઠનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. ડાયરેક્ટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ શાળાના બાળકોને પક્ષીઓની કાળજી લેવા અંગે માર્ગદર્શન આપી શપથ લેવડાવ્યા હતા. ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ અને રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગ્રામજનોએ આ અભિયાનનો લાભ લીધો હતો. લુપ્ત થતી ચકલીઓને બચાવવા અને પ્રકૃતિ સાથે જોડાવા માટે સંસ્થાનો આ પ્રયાસ પ્રશંસનીય છે, જેનાથી ઘેર-ઘેર પક્ષીઓનો કલરવ ગુંજશે. ડાયરેક્ટર શીતલબેન મહેતા અને સમગ્ર સ્ટાફે આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.









































