ચલાલા યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા વેદમાતા ગાયત્રી, સરસ્વતીમાતા, લક્ષ્મીમાતા, સિદ્ધિ વિનાયક ગણપતિ મહારાજ તથા સોમનાથ મહાદેવના મંદિરનો પાટોત્સવ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મહાપ્રસાદ સાથે “પાટોત્સવ” ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં પૂ.ડો. રતિદાદાએ શાસ્ત્રોક્ત વિધિથી વાતાવરણ દિવ્ય બનાવી કાર્ય સંપન્ન કરાવ્યું હતું. તેમજ યજમાનો હરિબા મહિલા કોલેજ, ગાયત્રી સંસ્કાર વિદ્યાલય, રક્ષા શક્તિ સ્કૂલ, સંસ્કૃત શક્તિ ગુરુકુળ તથા સમગ્ર સ્ટાફગણે યજ્ઞમાં સામૂહિક આહુતિઓ આપી લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેકટર ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્યા શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.