ચલાલા શહેરમાં આવેલ પવિત્ર સાઈ મંદિરના સાનિધ્યમાં મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ૪૮મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ ખૂબ જ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાયો હતો. આ મંગલમય પ્રસંગે અનેક નવદંપતિઓએ પવિત્ર અગ્નિની સાક્ષીએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નગ્રંથિથી જોડાઈને પોતાની નવી જીવનયાત્રાના શ્રીગણેશ કર્યા હતા. સમગ્ર આયોજન મોગલ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી રાજુ બાપુ જાનીના કુશળ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કાર્યકરો અને સ્વયંસેવકોએ દિવસ-રાત મહેનત કરી ઉમદા સહયોગ પૂરો પાડ્‌યો હતો.