ધારીના ચલાલા ખાતે પક્ષીઓના કાયમી સદાવ્રત માટે અદ્યતન ચબુતરો તથા પક્ષીઘર તથા અબોલ પશુઓ માટે કાયમી શિતળ જળની વ્યવસ્થા માટે આવેડાનું દાતાઓના સંપૂર્ણ સહકારથી નિર્માણ કાર્ય પૂર્ણ થતાં મકરસંક્રાંતિનાં પાવન પર્વે ચંદુભાઈ ખુંટના હસ્તે મંગલ પ્રારંભ થયો. તેમજ આ નિર્દોષ અને અબોલ પશુપક્ષીઓ માટે અન્ન પાણીની કાયમી અદ્યતન વ્યવસ્થાના આ કાર્યમાં આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ ખીહર પટોળું વાંચી ચબુતરો તેમજ અવેડો ખુલ્લા મુકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સહિત તમામ કમિટી મેમ્બર તથા બાપા સીતારામ ગ્રુપના પ્રમુખ અશોક સિંહ તલાટીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચબુતરા વ્યવસ્થાપક કમિટી મહાદેવપરા ચલાલા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.